અમરેલી,
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા અમરેલી ખાણ ખનીજની તપાસ ટીમ દ્વારા દિવસ તથા રાત્રિ દરમ્યાન બિનઅધિકૃત ખનન અને વહનની પ્રવૃતિને ડામવા સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી છે. રેતી ચોરી કરતા અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર-ખંભાળિયા ગામેથી 1 ટ્રેક્ટર પકડી જપ્ત કરવામાં આવી અને 1 ડમ્પર તથા 1 લોડર ભાગી ગયા હતા, આથી તેના વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કામગીરી શરુ છે. જાફરાબાદ મામલતદાર દ્વારા બાબરકોટ ચોકડી પાસેથી સાદી રેતીનું ઓવરલોડીંગ વહન સબબ 1 ટ્રેક્ટર પકડી સીઝ કરીને ટાઉન પોલીસ સ્ટેશન જાફરાબાદને કસ્ટડી સોંપવામાં આવી હતી અને ખાણ ખનીજ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ તા.23ના રોજ વહેલી સવારના સુમારે ચેકીંગ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત્ત રીતે વહન કરતા કાર્બોસેલ ખનીજના 2-ડમ્પર પકડી જપ્ત કરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવી છે. અમરેલી તાલુકાના ગોખરવાડા ગામની શેત્રુંજી નદીમાંથી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરતા 1 ટ્રેક્ટર પકડી પાડવામાં આવી છે, તેને ખાણ ખનીજ કચેરી અમરેલી ખાતે સીઝ કરવામાં આવી છે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આમ, છેલ્લા બે દિવસમાં ખાણ ખનીજ તંત્ર દ્વારા અંદાજે રુ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અમરેલી જિલ્લા પોલીસ તંત્રના સહયોગથી ખનીજ ચોરી કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી