અમરેલી જિલ્લામાં જાહેરનામાની હાઇલાઇટ્સ…

મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મ્યુનિસિપાલિટીઝની મર્યાદામાં રાજ્યના શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળ નોંધાયેલ બજાર અથવા બજાર સંકુલ અને મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ્સની દુકાનો સિવાયની એકાકી દુકાન, રહેણાંક વિસ્તારને અડીને આવેલ દુકાનો, રહેણાંક સંકુલોમાં આવેલી દુકાનો સહિતની તમામ દુકાનો 50 ટકા કારીગરોની ક્ષમતા સાથે, ફરજીયાતપણે માસ્ક અને સામાજિક અંતર સાથે ખોલી શકાશે. શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળ નોંધાયેલ ન હોય તેવી દુકાનો ખુલ્લી રાખી શકાશે નહી.
ઇ-કોમર્સની વેચાણ કરતી કંપનીમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની વસ્તુઓ, દારૂનું વેચાણ પરમીટ શોપ, પાન મસાલા/ગુટકા/સિગારેટ વિ.ની. દુકાન, હેર કટીંગ સલુન તથા વાણંદની દુકાન, સ્પાની દુકાન, ચાની દુકાન/લારીઓ ટીસ્ટોલ, ખાણી પીણીની દુકાનો/લારીઓ તેમજ હોટલ રેસ્ટોરન્ટ, જરૂર જણાયે ઇલાયદા હુકમ કરી મનાઇ ફરમાવવામાં આવે તેવી કોઇ પણ દુકાન ખુલ્લી રાખી શકાશે નહી.
અગાઉ જે સેવાઓ માટે હુકમો બહાર પાડવામાં આવેલ અને પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેઓને આ હુકમ લાગુ પડશે નહી. આ હુકમના આધારે ખોલવામાં આવેલ દુકાનદારોને ઇલાયદા પાસ મેળવવાના રહેશે નહી તેમજ પાસ માટે અલગથી અરજી કરવાની રહેશે નહી. દરેક દુકાનદારે આ હુકમની નકલ તથા શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળનું નોંધાણી પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે જેથી સરળતાથી ઓળખ પ્રસ્થાપિત થઇ શકે.
દુકાન પર આવનાર તમામ વ્યક્તિઓ ઓછામાં ઓછુ 6 ફુટ સામાજિક અંતર સોશ્યલ ડીસ્ટન્સ રાખી કામ કરવાનું રહેશે. તેમજ અરજદારો માટે લઘુતમ અંતર જળવાય તે માટેના નિશાનો સર્કલ કરવાના રહેશે. દુકાન પર આવનાર તમામ વ્યક્તિઓ તથા ગ્રાહકોએ દ્વારા ઘરગથ્થુ ફેસ માસ્ક ચહેરાના રક્ષણાત્મક કવરનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે અથવા હાથ સાફ કરવા સાબુ પાણી ઉપલબ્ધ કરવવાનુ રહેશે. ઉક્ત કામગીરીનો સમય સવારના 9 કલાકથી બપોરના 2 કલાક સુધીનો રહેશે. દરેક દુકાનદારોએ આ હુકમની નકલ દુકાન પર દરેક વ્યક્તિ વાંચી શકે તે રીતે ફરજીયાત પણે ચોંટાડવાની રહેશે. તેમજ દુકાન પર ગ્રાહકોને અમલવારી કરવા માટે સમજુત કરવાના રહેશે.
દરેક દુકાનમાં આવશ્યક સિવાય કોઇ પણ મુલાકાતી પ્રતિબંધિત રહેશે.