અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં તહેવારીયા જુગારીઓ ઉપર ત્રાટકવા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચનો અને માર્ગદર્શન મુજબ પોલિસે જીલ્લામાં જુદા જુદા છ જેટલા સ્થળોએ જુગારના દરોડાઓ પાડી જામેલી બાજી પલ્ટાવી 7 મહિલાઓ સહિત 40 શખ્સોને રોકડ રૂ/-1,07,830 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે સીમ વિસ્તારમાં ચિતલ જવાના ગાડા માર્ગ ઉપર આવેલ બાબુભાઈ નાનજીભાઈ ઠેસીયારહે.ઈંગોરાળાના વાડી ખેતરના શેઢા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા શૈલેષ ચતુરભાઈ બાવીશી , ભરત જયસુખભાઈ બાવીશી , હસમુખ ધીરૂભાઈ પ્રજાપતિ , રામ વિક્રમભાઈ જલુ , જયસુખ ધીરૂભાઈ બાવીશીને અમરેલી એલ.સી.બી.ના હે. કોન્સ. કિશનભાઈ આસોદરીયાએ રોકડ રૂ/-30,980 સાથે , અમરેલી ચિતલ રોડ શ્રીરંગ સોસાયટી શેરી નં. 2 માં 4 શખ્સોને પો. કોન્સ. વનરાજભાઈ માંજરીયાએ રોકડ રૂ/-14,100 સાથે , લાઠી તાલુકાના ઈંગોરાળા ગામે તળાવના પાળા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા રમેશ મધ્ાુભાઈ ડુબાણીયા , સંજય મધુભાઈ ડુબાણીયા , કલ્પેશ જીવરાજભાઈ કાપડીયા, મહેન્દ્ર ભુપતભાઈ ચાવડા, રાજુભુપતભાઈ ચાવડા, મહેશ ઈન્દ્રસિંહ અવાસીયા, ચુની કેશુભાઈ વસુનીયાને પો. કોન્સ. વિશ્ર્વજીતસિંહ ગોહિલે રૂ/-3730 સાથે ,સાવરકુંડલાના જુના ગાધકડા રોડ ઉપર ઈંટોના ભઠા પાસે કૌશિક નવીનભાઈ અધ્વર્યુ , મનિષ નવીનભાઈ અધ્વર્યુ , વિપુલ વિનુભાઈ કુડેચા, નિતિન ગોવિંદભાઈ ચાવડા, મનસુખ ગોવિંદભાઈ કુડેચા, અનિલ બાબુભાઈ શીયાળ , કિરીટ વાલજીભાઈ પરમાર, મનિષ વલકુભાઈ ધોળકીયા, જયદેવ મનસુખભાઈ ચાવડા, હિતેશ સવજીભાઈ વાણીયા , જયસુખ ઉર્ફે ભાયો ભનુભાઈ દેગામાને એ.એસ. આઈ. હિંગરાજસિંંહ ગોહિલે રોકડ રૂ/-37,280 સાથે , ચલાલાના ધારી રોડ રેલ્વે ફાટક બાપા સીતારામના ઓટા પાસે ગોલણ ભીખાભાઈ બારૈયા , રતિ ભીખાભાઈ બારૈયા ,ભરત ગોલણભાઈ બારૈયા , અમિત વિજયભાઈ સોલંકી , પ્રકાશ અમરશીભાઈ સોલંકી , ચિરાગ રતિભાઈ બારૈયાને લોકરક્ષક મહેન્દ્રસિંહ સરવૈયાએ રોકડ રૂ/-19,170 સાથે, અમરેલી જૈન દેરાસર રોડ ઓશ્ર્વાલ પાના ખુણે મેરાજબેન ઈકબાલખાન બાબી , જેબુનબેન અલ્તાફભાઈ મહિડા, રૂક્ષારબેન નવસાદભાઈ મલેક , સરોજબેન રફીકભાઈ ગોરી , રૂક્ષારબેન મકસુદભાઈ બાબી , કૌશરબેન ઈમરાનભાઈ ખોખર, જાહીદાબેન અજીતભાઈ કુરેશીને એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર રૂ/-2040 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
ધારીમાં પીઆઇશ્રી એએમ દેસાઇ તથા પીએસઆઇ શ્રી એચજી મારૂની ટીમનાં મનુભાઇ માંગાણી, રામકુભાઇ કહોર, આલીગભાઇ વાળા, કુમારસિંહ રાઠોડ, શિવાભાઇ મકવાણા, ઉમેશભાઇ હેલૈયા, ચંપુભાઇ વાળાએ ધારી કુબડા જવાનાં માર્ગે મુનાભાઇ હારૂનભાઇ શેખની વાડીએ જવાના રસ્તા ઉપર જુગાર રમતા કેતન મનસુખ મકવાણા સહિત 6 ને રૂા.17,600ની મતા સાથે પકડી પાડ્યાં હતાં. જ્યારે નાગેશ્રી પીએસઆઇ શ્રી પીવી પલાસની ટીમનાં મધ્ાુભાઇ પોપટ, વિરૂભાઇ પરમાર, રાજદીપસિંહ ગોહિલે એભલવડ ગામે જાહેરમાં જુગાર રમતા મંગા ભીખાભાઇ ચાવડા સહિત 10 શખ્સોને રૂા.21,310 સાથે પકડી પાડ્યાં હતાં તથા રાજુલાનાં વડલી ગામે પીઆઇ શ્રી સીએસ કુગસીયાની ટીમનાં એનબી સિંધવ, જેજે વાળા, અલ્તાફભાઇ સમા, હરેશભાઇ, પંકજભાઇ અને મયુરભાઇએ વડલી ગામે યાદવ ચોકમાંથી બજારમાં કુંડાળુવળી જુગાર રમતા દાદભાઇ રામકુભાઇ ધાખડા સહિત 8 ને રૂા.10,240ની મતા સાથે જુગાર રમતા પકડી પાડ્યાં .