અમરેલી જિલ્લામાં જો પોઝીટીવ કેસ ન આવે તો જ છુટછાટ

અમરેલી,આજે વધ્ોલા લોકડાઉન અને એક સપ્તાહ પછી જયા કોરોના નથી તેવા વિસ્તારોમાં લોકડાઉનની અપાનારી છુટછાટના મામલે કલેકટરશ્રી આયુષકુમાર ઓકએ સ્પષ્ટ નિર્દેશ આપતા જણાવ્યું હતુ કે, ગ્રીન જિલ્લાઓના કલેકટરોની સરકાર સાથે બેઠકમાં કઇ કઇ છુટછાટ આપવી તેનો નિર્ણય કરાશે પણ અમરેલી જિલ્લામાં જો કોરોનાનો પોઝીટીવ કેસ ન આવે તો જ છુટછાટ અપાશે.
કલેકટરશ્રી આયુષકુમાર ઓક એ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવેલ કે, એક સપ્તાહ સુધીમાં જિલ્લામાં એક પણ કેસ ન આવે તો સરકારના નિર્દેશ અનુસાર લોકડાઉનમાં તબક્કાવાર રાહત અપાશે પણ જો કોરોના પોઝીટીવનો એક પણ કેસ આવે તો કોઇ જ છુટછાટ માટે વિચાર જ કરવાનો નહી અને જો એક પણ કેસ ન આવે તો અપાનારી છુટછાટ માટે શરતો હશે અને તેનો ભંગ થાય તો છુટછાટ પાછી ખેચી લેતા પણ તંત્ર અચકાશે નહી.
અમરેલી જિલ્લામાં કોરોના સામે સર્વેલન્સ માટે ઓપીડીમાં કોરોનાના 200 સેમ્પલ લેવાની સરકારે સુચના આપી હતી.
તેમા વધ્ાુ 100 સેમ્પલની છુટ સરકાર દ્વારા આપવામાં આવીે છે અને આજ સુધીમાં 220 જેટલા સેમ્પલો એડવાન્સ પગલાના ભાગરૂપે લેવાઇ ગયા છે.