અમરેલી જિલ્લામાં ઝેરી દવા પીવા અસરના છ બનાવો : બે ના મોત

  • અકસ્માતે ઝેર પીવાના બનાવમાં એકનું મોત : આપઘાત કરવા માટે ચાર લોકોએ દવા પીધી એકનું મોત થયું

અમરેલી,
અચાનક ઝેરી દવાની અસરના બનાવમાં ઉછાળો આવ્યો હોય તેમ અમરેલી પંથકમાં ઝેરી દવા પીવાના અને અસરના છ જેટલા બનાવો 24 કલાક દરમિયાન સતાવાર રીતે પોલીસ ચોપડે ચડયા છે જેમાં બે ના મૃત્યુ નીપજ્યા છે.આ અંગેની વિગત એવા પ્રકારની છે કે મોરંગીમાં બહારગામથી આવતા મોડુ થતા પતિએ આપેલા ઠપકાને કારણે 30 વર્ષની પરણીતા ઝેરી દવા પી ગઇ હતી તથા બીજા બનાવમાં બાબરાના નાની કુંડળમાં 25 વર્ષની પરણીતાને ખેતરની દવાની ઝેરી અસર થઇ હતી તથા અમરેલીમાં ખત્રીવાડમાં રહેતા આધેડે ઉઘરાણીથી કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી જ્યારે બગસરામાં
22 વર્ષની પરણીતાએ કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી અને કુંડલાના નાની વડાળમાં સંતાનને ઠપકો આપવાની બાબતમાં પત્નીએ ટપારતા પ્રૌઢે ઝેર પી આપઘાત કર્યો હતો જ્યારે શેલ ખંભાળીયામાં 22 વર્ષના યુવાનને ખેતરમાં ઝેરી દવાના છંટકાવ વખતે ઝેરી અસર થતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ.