અમરેલી જિલ્લામાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ

  • પ્રથમ દિવસે જિલ્લામાં 450 જેટલા ખેડુતોની નોંધણી કરાવી

અમરેલી,
ગુજરાત સરકાર દ્રારા નાગરીક પુરવઠા નિગમના માધ્યમથી તા.9 નવેમ્બર લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થનાર છે તેના ભાગરૂપે આજે તા.1 ઓકટોબરથી અમરેલી જિલ્લા પુરવઠા નિગમ દ્રારા પ્રથમ દિવસે અંદાજીત 450 જેટલા ખેડુતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી મગફળી નોંધણીની અંતીમ તા.31 ઓકટોબર સુધી છે.ઓનલાઇન નોંધણી માટે પુરવઠા નિગમના એકિઝકયુટીવ ડિરેકટર શ્રી સંજય મોદીએ તમામ કલેકટરોને પત્ર પાઠવ્યો હતો અને પત્રમાં જણાવ્યું હતુ કે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નકકી થયા મુજબ મગફળી ખરીદી માટે તા.1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી ખેડુતોની નોંધણી કરવાની થાય છે.ગ્રામ્યકક્ષાએ સંભવિત ઇન્ટરનેટ સુવિધા કે અન્ય મુશ્કેલીને ધ્યાને લેતા જિલ્લાના માર્કેટયાર્ડ ખાતે પણ ખેડુતોની નોંધણી થાય તે માટે વ્યવસ્થા કરવી.