અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

  • ખેતી આધારીત અર્થતંત્ર ધરાવતા અમરેલી જિલ્લાની બજારોમાં રોનક આવી રહી છે 
  • રાજુલા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવથી સિંગની ખરીદીનો શુભારંભ : માર્કેટયાર્ડનાં ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ, રાજુભાઇ પલસાણા સહિત આગેવાનો, વેપારીઓની ઉપસ્થિતિ
  • ટીંબી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ : તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મનુભાઇ વાજાના હસ્તે ખરીદીનો પ્રારંભ : જિલ્લાનાં યાર્ડોમાં શિંગની ધુમ આવક

રાજુલા,
અમરેલી જિલ્લામાં માર્કેટયાર્ડોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થઇ ગયો છે આ વખતે વીઘે 30 મણને બદલે 10 થી 15 મણનો જ ઉતારો આવ્યો છે અને માથેથી કોરોનાનો કપરો સમય પસાર થયો છે તેવા સમયે ખેતી આધારીત અમરેલી જિલ્લાના અર્થતંત્રને ફરી ધબકતુ કરવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવનાર મગફળીનો પાક બજારમાં આવી રહયો છે જિલ્લાના તહેવાર મગફળી અને કપાસના પાક ઉપર જ ઉજવાતા હોય છે.
રાજુલાથી શ્રી કનુભાઇ વરૂનો અહેવાલ જણાવે છે કે, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે 9:00 માર્કેટીંગ યાર્ડના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ અને રાજુભાઈ પલસાણા તથા છગનભાઇ ધડૂક તથા દુલાભાઈ વાવડીયા તથા અરજણ ભાઇ વાઘ તથા રમેશ ભાઈ વસોયા સેક્રેટરી શ્રી રાજુભાઇ કાકડીયા તથા હિંમતભાઈ જીજાળા તથા ખરીદી અધિકારી શહી ત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત હતા દિવાળી પહેલા આ ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી અનુભવતી હતી પ્રથમ દિવસે આજે 50 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા તેમની સિંગ ખરીદી લેવામાં આવી હતી રાજુલા તાલુકાના 60 ગામડાના સિંગ વેચાણ માટે લોકોએ રજીસ્ટર નોંધણી કરાવી લીધી હતી.
ટીંબીથી શ્રી હિંમતદાદાનો અહેવાલ જણાવે છે કે , સોમવાર થી એપીએમસી ટીંબીમા કપાસ તથા ટેકાના ભાવે મગફળી ની ખરીદી નો વિધિવત શુભ આરંભ ચેતનભાઈ શિયાળ પ્રમુખ શ્રી અને જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા એ કરાવ્યો. આ પ્રસંગે નાજભાઈ બાંભણિયા, છગનભાઈ બાંભણિયા,જાદવભાઈ સોલંકી, ગંભીરભાઈ ગોહિલ, હિમતદાદા પત્રકાર, બાલાબાપુ ,વાકીયાવાળા, મનહરભાઈ વાજા ભોળાભાઈ મોરી, મગનભાઈ સોલંકી, તથા પૂરવઠા નિગમ અધિકારી શ્રી હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.