અમરેલી જિલ્લામાં ઠંડી ગાયબ : મિશ્ર ૠતુનો અહેસાસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી એકાએક ઠંડી ગાયબ થઇ ગયાની સાથે ગઇ કાલે વાદળો ઘેરાયા હતાં આજે ફરી આકાશ ખુલ્લુ થયુ પણ ઠંડી બિલકુલ ગાયબ થઇ ગયાની સાથે સવારે ઠંડા પવનની લહેરખી બાદ સુર્યનારાયણનાં દર્શન થતાની સાથે ગરમીનો માહોલ જોવા મળે છે. આમ શિયાળો છે કે ચોમાસુ છે તેનું ખ્યાલ ન રહે તેવી સ્થિતિમાં લોકોને મિશ્ર ૠતુનો સામનો કરવો પડે છે.