અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં આજે પણ ધ્ાુપછાવ ભર્યા વાતાવરણ વચ્ચે બપોર બાદ રાજુલા ખાંભા અને જાફરાબાદ પંથકમાં વરસાદ પડયો હતો રાજુલામાં આજે બપોરના ધોધમાર પોણો ઇંચ જેવો વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા જયારે ખાંભા શહેર અનેઆસપાસના ધારગણી ખંભાળીયા, વાવડી, કરેણ, ગરમલી, લાખાપાદર અને ચલાલા સુધી હળવો વરસાદ પડયો હતો જયારે જાફરાબાદમાં પણ વરસાદ પડયો હતો અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેેલા આંકડામાં રાજુલા 19 મીમી, ખાંભા 6 મીમી, જાફરાબાદ 7 મીમી વરસાદ નોંધાયો