અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા કોરોનાના વેકસીન માટે સર્વે શરૂ

  • આરોગ્ય તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં ચાર તબકકે વેકસીન આપવાનું આયોજન
  • પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી, બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, ત્રીજા તબક્કામાં પહેલી જાન્યુઆરી 21ના 50 વર્ષ વય ધરાવતા તમામ નાગરીકોને વેકસીન આપવામાં આવશે
  • ચોથા તબક્કામાં 50 વર્ષથી ઓછી વય અને ગંભીર બીમારી ધરાવતા તમામને વેક્સીન અપાશે
    જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ નંબર,આઇ.ડી.કાર્ડ સહિતની માહીતી એકત્ર કરાશે

અમરેલી,
વિશ્વમાં અને દેશમાં કોવિડ-19 ની વેક્સીન અંતિમ તબકકામાં છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ ચાર તબક્કામાં વેકસીનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી, બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, ત્રીજા તબક્કામાં 1 જાન્યુઆરી 2021ની સ્થીતીએ 50 વર્ષ વય ધરાવતા તમામ નાગરીકો તેમજ ચોથા તબક્કામાં 50 વર્ષથી ઓછી વય તેમજ ગંભીર બીમારી ધરાવતા તમામ નાગરીકોને વેક્સીન આપવામાં આવશે.
આજથી અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને સર્વેની કામગીરીના અનુસંધાને મોબાઇલ નંબર, આઇ.ડી. કાર્ડ (આધાર કાર્ડ સિવાય) સચોટ અને સાચી મળી રહે તે માટે જરૂરી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.