અમરેલી,અમરેલી જિલ્લાનાં તલાટી કમ મંત્રીઓનાં પ્રશ્ર્ને અવાર નવાર રજુઆતો છતા પ્રશ્ર્નોનું કોઇ ઉકેલ નહીં આવતા તલાટી કમ મંત્રી કર્મચારી મંડળોએ આપેલા એલાન મુજબ જિલ્લા ભરમાં તલાટી મંત્રીઓએ ગઇ કાલે હડતાલ પર જતા કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. અમરેલી જિલ્લાનાં 519 ગ્રામ પંચાયતોમાંથી કુલ 310 તલાટીઓ આજે અચોક્કસ મુદ્દતની હડતાલમાં જતા કામગીરીને ભારે અસર જોવા મળે છે. માત્ર ડીઝાસ્ટર અને ઘર ઘર તીરંગાની કામગીરી શરૂ રહેશે. જિલ્લામાં હડતાલને કારણે તમામ વહિવટી કામગીરીઓ પ્રાથમિક કામગીરીઓ પણ બંધ થતા લોકોમાં પણ રોષ જોવા મળે