અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડા સહાય ચુકવણીમાં અન્યાય થતા રિસર્વેની માંગણી સાથે આવેદનપત્ર અપાયું

અમરેલી,
મહિના પહેલા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર તૌકેત વાવાઝોડાએ જે તબાહી સર્જી છે તે ખુબજ ભયાવહ હતી. ત્યારબાદ સરકાર શ્રી દ્વારા જે વિવિધ પ્રકારની સહાય લોકોને મદદરુપ થવા માટે આપવામાં આવી છે એમાં ખૂબ જ મોટી વિસંગતતાઓ છે. રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાઓ માં લોકો દ્વારા ક્રમશ: આવેદનપત્ર આપીને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ તેમ છતાં પણ કોઈ નિરાકરણ થયેલ નથી તેથી આજે રાજુલા જાફરાબાદ ખાંભા કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આપીને મફત અમારા પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચે એના માટે નમ્ર પ્રયાસ કરેલ છે.