અમરેલી જિલ્લામાં તા.3 થી 7 જુન સુધી વરસાદની શકયતા નહિવત

અમરેલી,
અમરેલી જીલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ગરમ, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40-41 ઓસે અને લઘુત્તમ તાપમાન 26-27 ઓસે જેટલું રહેવાની શક્યતા છે. વરસાદની શક્યતા નહીવત છે.પવનની ગતિ સામાન્ય કરતા વધુ, અંદાજીત 24-25 કિમી/કલાક સુધી ની રહેવાની શક્યતા છે, દિશા મોટાભાગે પશ્ચિમ નૈરુત્ય થી પશ્ચિમ વાયવ્ય થી રહેવાની શકયતા તા. 08 થી 12 જુન 2023 દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ગરમ, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 36-40 ઓસે અને લઘુતમ તાપમાન 26-28 ઓસે રહેવાનીશક્યતા છે. વરસાદની શક્યતા નહીવત છે.તા. 05 જૂનની આસપાસ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) બનવાની શક્યતા છે. તેના પગલે ત્યાર બાદના 48 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં ઓછા દબાણનું ક્ષેત્ર રચાવા ની શક્યતા છે. હાલની પરિસ્થિતિ મુજબ તેનો કોઈ માર્ગ નક્કી થયેલ નથી, જેથી અફવાઓ થી સાવધાન રહેવું, ભારત મૌસમ વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી થી વાકેફ રહેવું.