અમરેલી,
અમરેલી જિલ્લામાં કૃષિ હવામાન એકમ ડીએએમયુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા આપાયેલ વરતારા મુજબ આગામી પાંચ દિવસ હવામાન આશીંક ભેજવાળુ અને આકાશ ચોખ્ખુ રહેવાની શકયતા છે મહતમ તાપમાન 34-35 છે અને લઘુતમ તાપમાન 16-17 સેન્ટીગ્રેડ રહેવાની શકયતા છે ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય રહેવા શકયતા છે પવનની ગતિ 11-15 કિમી કલાક સુધીની રહેવા શકયતા છે તા.13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન સોૈરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન આશીંક ગરમ અને ભેજવાળુ રહેવા શકયતા છે વરસાદની કોઇ શકયતા નથી આ દરમિયાન લઘુતમ તાપમાન 14-18 અને મહતમ તાપમાન 32-35 સેન્ટીગ્રેડ રહેવાની શકયતા છે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શકયતા હોવાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા જણાવાયું છે.