અમરેલી જિલ્લામાં તીડના આક્રમણ સામે તંત્ર સાબદુ

અમરેલી,અમરેલી જિલ્લામાં તીડના નિયંત્રણ માટે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકા વાઇઝ 11 ટીમની રચના કરીને લીલીયા, સાવરકુંડલા, ખાંભા તાલુકાઓમાં તીડના આક્રમણના વિસ્તારનું નીરીક્ષણ કરીને સર્વે હાથ ધરશે. આ તમામ ટીમ ફિલ્ડમાં છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ અંગે ખેતીવાડી વિભાગના શ્રી કે.કે.પટેલનો સંપર્ક સાધતા તેમના જણાવ્યા અનુસાર ઉનાળુ વાવેતરમાં તલ,બાજરી જેવા પાકો વઢાય ગયેલ હોવાથી આ પાકો ઉપર તીડના આક્રમણની કોઇ અસર રહેતી નથી જ્યારે લીલુ પીયત કરેલ હોય તેવા વિસ્તારમાં તીડ ઉતરીને નુકશાન કરે તેવી શક્યતાઓ હોય. જેથી ત્રણ તાલુકામાં 11 ટીમ દ્વારા સીમમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ સર્વે કરી નીરીક્ષણ હાથ ધરશે અમરેલી જિલ્લામાં હવે નવુ વાવેતર 15 જુન પછી થાય છે જેથી હાલમાં પાકો ઉપર સીમ વિસ્તારમાં તીડનો વધ્ાુ કોઇ ખતરો જણાતો નથી તેમ શ્રી પટેલે જણાવ્યુ હતુ. અને વધ્ાુમાં જણાવેલ કે પાકિસ્તાનથી બનાસકાઠા બોર્ડરથી તીડોના ટોળાઓ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને સુરેન્દ્રનગર ભાવનગર થઇ અમરેલી જિલ્લામાં પ્રવેશ કયો હતો તેમ જણાવેલ છે.