અમરેલી જિલ્લામાં તીડ પ્રજજન કરવા આવ્યા : ખેતીપાકો જોખમમાં

અમરેલી,એક તરફથી કોરોનાએ સૌને મુશ્કેલીમાં મુક્યા છે તેમાં ધરતીપુત્રો પણ બાકાત નથી તેવા સંજોગોમાં ધરતીપુત્રોની મુશ્કેલી વધ્ો તેવા સંકેતો મળતા ચિંતામાં મુકાયેલા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ દેશના કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાને પત્ર પાઠવી જણાવ્યુ છે કે રાજ્યના એક જીલ્લામા પોતાનો પ્રભાવ પાથરીને તિડ ખેતિપાકો અને શેઢો-પાળેના વૃક્ષોને ઉઝાડી નાખનાર આ તિડનો હાલ પ્રજનન સમય ચાલતો હોય અને તે અત્યારે અમરેલી જિલ્લામાં હોય તેવા સંજોગોમાં સરકાર દ્વારા ડ્રોન સહિતના આધ્ાુનિક યત્રો દ્વારા હવામા દવાનો છંટકાવ કરીને તિડનો સંપૂર્ણ ખાત્મો જરૂરી છે તેવા સમયે સમયસર તિડને નિયત્રીત કરવામાં નહી આવે તો બે માસ બાદ અમરેલી જિલ્લો તથા આસપાસના વિસ્તારોમાં અકલ્પનીય તિડ ઉપદ્રવથી ખેડૂતોના ખેતિપાકને ભયંકર થશે આ માટે સમયસર લોક જાગૃતિ સાથે સાથે દવા છંટકાવ અંગેની સમજણ તિડને નસાડવા ઉપયોગી નુસ્ખા વિગેરેની સમજણ અને કાર્યવાહી વહેલીતકે રાજય સરકાર દ્વારા હાથ ધરવામા આવે અને સ્થળ ઉપર તિડનો સદંતર નાશ કરવાથી ખેતિપાકને બચાવી શકાશે.