અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં એકપણ મોત નહી : કોરોનાનાં 8 કેસ નોંધાયાં

  • અમરેલી કોરોના મુક્ત બનવાની દિશા તરફ
  • 12 દર્દીઓ સાજા થયા : હજુ પણ 73 દર્દીઓ સારવારમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3702

અમરેલી,
અમરેલી કોરોના મુક્ત બનવાની દિશા તરફ જઇ રહી હોય તેમ અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં કોરોનાનાં એકપણ દર્દીના મોત ન થતા રાહત અને આનંદની લાગણી છવાઇ છે અને બુધવારે જિલ્લામાં કોરોનાનાં 8 કેસ નોંધાયા છે તથા 12 દર્દીઓ સાજા થયા છે અને હજુ પણ 73 દર્દીઓ સારવારમાં છે આ સાથે જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3702 થઇ છે.