અમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા

  • જેમ ગુજસીટોકની શરૂઆત અમરેલીથી થઇ તેમ વ્યાજખોરોનાં પતનની શરૂઆત પણ અમરેલીથી કરતી કલેકટર અને એસપીશ્રીની જોડી
  • નવા કાયદાના શ્રીગણેશ કરતા એસપી : જેમની વ્યાજખોરીથી કંટાળી લોકોએ આપઘાત કરી લીધેલ તેવા પટેલ, આહિર અને મુસ્લિમ વ્યાજખોરોને જેલમાં મોકલાયા

અમરેલી,
ગુજરાત સરકાર દ્વારા પાસાની કાયદાની જોગવાઇને વધુ વિસ્તૃત બનાવી અને ગૃહ વિભાગે તા.14 ના તેનો પરિપત્ર ગુજરાતભરમાં મોકલી આપતા અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા આ કાયદાનો ગુજરાતમાં સૌથી પહેલો અમલ અમરેલી જિલ્લામાં ગુજસીટોકની જેમ જ કરવામાં આવ્યો છે અને જેમના ત્રાસથી લોકોએ આપઘાત કર્યા હતા તેવા ત્રણ વ્યાજખોરોને નવા કાયદા હેઠળ પાસામાં પકડી જેલ હવાલે કરવામાં આવતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે પ્રેમજીભાઇ ઉર્ફે ગટીભાઇ વલ્લભભાઇ બાવીશી, ઉં.વ.59, રહે.મોટા આંકડીયા, તા.જિ.અમરેલી તથા જીલુભાઇ દાનાભાઇ ભુતૈયા, ઉં.વ.40, રહે.મોટા આંકડીયા સામે વ્યાજવટાવનો ધંધો તથા ધમકી અને લોકોને મરવા માટે મજબુર કર્યાના ગુના દાખલ થયા હતા અને રાજુલાના રજ્જબ અલી ગુલામહુસેન રતનાણી રે. બીડી કામદાર સોસાયટી રાજુલા પણ વ્યાજવટાવનો ધંધો કરતો હોય તેની સામે ગુનો દાખલ થયો હોય અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇશ્રી આર.કે. કરમટા તથા શ્રી પૃથ્વીરાજસિંહ મોરીની ટીમ દ્વારા ત્રણેય સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી.આયુષ ઓક સમક્ષ મુકતા તેમણે ઉપરોક્ત ત્રણેય વ્યાજખોરો સામે પાસાના નવા કાયદા પ્રમાણે વોરંટ ઇસ્યુ કરતા પોલીસે ત્રણેયની સામે પાસાના વોરંટની બજવણી કરી અમદાવાદ, વડોદરા અને ભુજ જેલ હવાલે કર્યા હતા. અમરેલી જિલ્લામાં વ્યાજખોરોની સામે હજુ પણ આકરા પગલાઓ આવી રહયા હોવાનું જાણવા મળેલ છે. આ પાસાથી જેની પઠાણી ઉઘરાણીથી કંટાળી ડરી આપઘાત કરી લીધો હતો તેવા મૃતકોને હાલના તબક્કે ન્યાય મળ્યો છે