અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળોએ નશીલા પીણાની બોટલો જપ્ત

અમરેલી,
જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી કરાતા વ્યસનીઓ આર્યુવેદિક ડ્રગ્સ તરફ વળ્યા હોય અમરેલીના એસપીશ્રી હિમકરસિંહ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઇ છે અને અમરેલી જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળોએથી નશા જેવો કરંટ આપતી શંકાસ્પદ બોટલો કબજે કરવામાં આવી છે.જાણવા મળતી માહીતી અનુસાર જેમાં 11 ટકા આલ્કોહોલ હોય તેવી દોઢસો રૂપિયાની કીમતની નશીલા પીણાની બોટલોમાં અપાતો સીરપ દારૂ જેવો કરંટ આપતો હોવાની ચર્ચા થી વ્યસનીઓ આ નશામાં કોઇ ગંધ આવતી ન હોવાને કારણે અને માત્ર 150 જેવી કીમતને કારણે તેના તરફ વળ્યા હોવાના સમાચારને પગલે એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી જિલ્લા પોલીસ તંત્ર એકશનમાં આવ્યું છે અને ચિતલમાંથી 76 બોટલ,રાજુલામાં ચાની કેબીનેથી 15 બોટલ,લાઠીનાં રેસ્ટોરન્ટમાંથી 251 નશીલા પીણા જેવી શંકાસ્પદ બોટલો એલસીબી, તાલુકા અને લાઠી પોલીસે કબજે કરી છે લાઠીમાં પોલીસે એફ.એમ.ટી. રેસ્ટોરેન્ટના સંચાલક ઇકબાલભાઇ ઉમરભાઇ શેખરહે.બાબરા બસ સ્ટેશન પાછળના એફ.એમ.ટી. રેસ્ટોરેન્ટમાંથી આવી 251 બોટલ કીમત રૂ.38550ની તથા રાજુલાના ભેરાઇ રોડ ઉપરથી નીતીનભાઇ ચીથરભાઇ બાંભણીયા રહે.રાજુલા ની બાપાસીતારામ પાનની દુકાનની બહાર આવેલ ચા’ની કેબીનમાં 15 બોટલ, અમરેલીના ચિતલમાંથી યુવરાજભાઇ કનુભાઇ ધાંધલ પાસેથી 76 બોટલ મળી કુલ 342 બોટલ જેની કીમત રૂ.62700.00ની શંકાસ્પદ ગણીને કબજે કરી તેને ટેસ્ટીંગ માટે મોકલી આપી છે જેમા આલ્કોહોલનું પ્રમાણ જણાયે ગુનો દાખલ થઇ શકે છે.