અમરેલી જિલ્લામાં ત્રણ હજારથી વધુ લોકોને દંડ ફટકારતું તંત્ર

અમરેલી, જ્યાં સુધી અમરેલીનું સુકાન હાથમાં હતુ ત્યાં સુધી કોરોનાને પગ ન મુકવા દેનારા અમરેલીનાં કલેકટરશ્રી આયુષ ઓક, એસપીશ્રી નિર્લિપ્ત રાય અને ડીડીઓ શ્રી તેજસ પરમારની ટીમ કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે ફરી મેદાનમાં આવ્યા છે ગઇ કાલે પોલીસ તંત્ર દ્વારા 1 હજાર લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારાયા બાદ આજે બીજા દિવસે રેવન્યુ પંચાયત અને પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં 3050 લોકોને દંડ કરી 80 દુકાનો સામે શિક્ષાત્મક પગલાઓ લેવામાં આવ્યા હોવાનું કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતુ.
સોશ્યલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડાડનારી દુકાનોને તંત્ર દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા તથા 1033 લોકોને દંડ કરાયો હતો બીજી તરફ શ્રી નિર્લિપ્ત રાયનું પોલીસ તંત્ર પણ મેદાનમાં આવ્યું છે તેમણે તા.17 ના સાંજે સાડા સાત વાગ્યા સુધીમાં 2017 લોકોને માસ્ક ન પહેરવા બદલ રોકી અને રૂા. 4 લાખ 3400 નો દંડ સ્થળ ઉપર જ વસુલ્યો હતો માસ્કને કારણે કોરોનાનાં સંક્રમણને 98 ટકા સુધી અટકાવી શકાય છે.
અમરેલી તાલુકામાં 275, લાઠીમાં 103, લીલીયા અને મરીન પીપાવાવમાં 100-100, દામનગરમાં 73, બાબરામાં 125, બગસરામાં 80, વડીયામાં 50, સાવરકુંડલા તાલુકામાં 257, વંડામાં 59, ચલાલામાં 103, ધારીમાં 63, ખાંભામાં 84, રાજુલામાં 120, નાગેશ્રીમાં 71, જાફરાબાદમાં 120, જાફરાબાદ મરીનમાં 50, ડુંગરમાં 41 અને ટ્રાફીક શાખા દ્વારા 161 મળી કુલ 2017 લોકોને કોરોના ફેલાય તેવા માસ્ક ન પહેરવાના કૃત્ય બદલ દંડ કરવામાં આવ્યો હતો.