અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટમાં 468 દારૂનાં કેસો નોંધાયા

અમરેલી,
31 મી ડીસેમ્બર વર્ષનો આખરી દિવસ હોય નવા વર્ષનું સ્વાગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો વિ. જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતા રહેતી હોય, ઉપરાંત દારૂના સેવન માટે રાજ્ય બહારથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મંગાવવાની શક્યતા રહેતી હોય, જે હકીકત ધ્યાને લઇ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં ખાસ પ્રોહિબીશન ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે જિલ્લાના મહત્વના એન્ટ્રી /એક્ઝીટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરી, સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી ખાસ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી, દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર રેઇડો કરી, તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન કુલ 468 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી 294 દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના પ કેસ કરવામાં આવેલ છે તથા દેશી દારૂના કબ્જાના 62 તથા દારૂ બનાવવા માંટેના આથાના 3 કેસ તથા ભટ્ઠીના 1 કેસ કરવામાં આવેલ છે. તેમજ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવવાના 103 કેસો કરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-288 કિ.રૂ.1,07,030/- તથા દેશી દારૂ લીટર 299, કિ.રૂ.5,980/- તથા દારૂ બનાવવાનો આથો લીટર 15,કિ.રૂ.45/- તથા મોબાઇલ ફોન-2, કિ.રૂ.13,000/- તથા ફોર વ્હીલ વાહન – 2, કિ.રૂ.7,50,000/- તથા મોટર સાયકલ 1 કિ.રૂ.10,000/- મળી કુલ કિં.રૂ.8,86,055/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.ડ્રાઇવ દરમ્યાન દારૂનું સેવન/વેચાણ /વહનની પ્રોહીબીશન પ્રવૃતિ કરતા કુલ 449 શખ્સોને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .આમ ,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ /સેવન /વહન અટકાવવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં શખ્સોે સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ધારા તળે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે .