અમરેલી જિલ્લામાં દરિયા કિનારે સસલાના શિકારની કોશિષ કરતા 3 શખ્સોને ઝડપી લઇ રૂપીયા 75 હજારનો દંડ ફટકાર્યો

રાજુલા

અમરેલી જિલ્લામાં શિકારી પ્રવુતી દિનપ્રતિદિન રીતે સામે આવી રહી છે જાફરાબાદ તાલુકાના વઢેરા દરિયા કાંઠે શિકાર કરવાની કોશિષ કરતા 3 ઇસમોને દબોસી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાફરાબાદ રેન્જમાં વઢેરા દરિયા કિનારે ઢીહા વિસ્તારમાં વન્યપ્રાણી સસલાનો શિકાર કરવા માટે બાવળની કાટમાં જાળ ગોઠવી આજુ બાજુના વિસ્તાર માંથી સસલાને તગેડી ભગાડી જાળ તરફ સસલાને દોડાવવા હતા અને શિકાર કરવાની કોશિષ કરતા હતા પરંતુ સસલા બીજી દિશામાં ભાગી જતા વનવિભાગની ટીમએ ત્રણ શખ્સની ધરપકડ કરી છે જેમાં હરેશભાઇ અજરણભાઈ બારૈયા 19,કાળુભાઇ જીણાભાઈ ગુજરીયા ઉ.20,સોહિલ હુસેનભાઈ શેખ ઉ.24 ત્રણેય વઢેરા ગામના રહેવાસી એક સંપ કરી ગુન્હો આચરતા તેમના વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કર્ક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોંધતા આરોપીએ ગુન્હો કબૂલી એડવાન્સ પેટે 25,000 લેખે ત્રણેયને ટોટલ 75,000 રોડક રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે શિકારી પ્રવુતિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે આ ત્રણેયને ઝડપી પાડવા માટે જાફરાબાદ રેન્જના આર. એફ.ઓ. જી. એલ.વાઘેલાની ટીમને મહત્વ પૂર્ણ સફળતા મળી છે. જાફરાબાદ વનવિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવીજાફરાબાદ રેન્જના આર. એફ. ઓ. જી. એલ.વાઘેલાએ જણાવ્યું કે આવી પદ્મતીના કરવી અપીલ છે વન્યપ્રાણીઓ માનવ જીવન માટે ખૂબ જ મહત્વ ધરાવે છે વન પર્યાવરણ તથા વન્યજીવોનું રક્ષણ કરવું દરેકની ફરજ સમજી સંરક્ષણ કરવું તેવી વનવિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને અપીલ