અમરેલી જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ સામે પોલીસની તવાઇ : 364 કેસો

  • ભાવનગર રેન્જનાં ડીઆઇજીનાં આદેશથી થર્ટીફસ્ટની ઉજવણી નિમિતે ઠેર ઠેર ડ્રાઇવ 
  • અમરેલી જિલ્લામાં 31 મી ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીના ઉપક્રમે પ્રોહિબીશન પ્રવૃતિ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરતી જિલ્લા પોલીસ
  • ભાવનગર રેન્જના જિલ્લાઓમાં 512 કેસો કરી 516 નબીરાઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરી શરાબીઓનો નશો ઉતારી નાખ્યો : થર્ટી ફર્સ્ટનાં રંગમાં ભંગ

અમરેલી,
અમરેલી જિલ્લામાં થર્ટીફસ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે 364 કેસો દાખલ કરી કડક કાર્યવાહી કરી હતી.
31 મી ડીસેમ્બર વર્ષનો આખરી દિવસ હોય, નવા વર્ષનું સ્વાગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો વિ. જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતા રહેતી હોય, ઉપરાંત દારૂના સેવન માટે રાજ્ય બહારથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મંગાવવાની શક્યતા રહેતી હોય, જે હકીકત ધ્યાને લઇ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓએ ગુજરાત રાજ્યમાં ખાસ પ્રોહિબીશન ડ્રાઇવ નું આયોજન કરેલ હોય, આ ડ્રાઇવ દરમ્યાન અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયેએ જિલ્લાના મહત્વના એન્ટ્રી/એક્ઝીટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરી, સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી ખાસ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય, જે અન્વયે તા.31/12/2020 રોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી, દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર રેઇડો કરી, તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ 364 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી 313 દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે.
ભારતીય બનાવટના વિદેશી દારૂના 5 કેસ કરવામાં આવેલ છે તથા દેશી દારૂના કબ્જાના 45 તથા દારૂ બનાવવા માટેના આથાનો 1 કેસકરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-59, કિં.રૂ.18,260/- તથા દેશી દારૂ લીટર 92, કિં.રૂ.1840/- તથા દારૂ બનાવવાનો આથો લીટર 75, કિં.રૂ.150/- તથા મોબાઇલ ફોન-1, કિં.રૂ.3,000/- તથા અલ્ટો ફોરવ્હીલ કાર, કિં.રૂ.75,000/- મળી કુલ કિં.રૂ.98,250/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
ભાવનગર રેન્જમાં ડીજીપી શ્રીની સૂચનાને અસરકારક અને હેતુસભર બનાવવા માટે ભાવનગર રેન્જ ડીઆઇજીપી શ્રી અશોક કુમારઆઇપીએસના આદેશથી ભાવનગર રેન્જના ડીવીજનના એએસપી ડીવાયએસપી, એલસીબી, એસઓજી, કયુઆરટી, હેડ ક્વાર્ટર તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલ. આ ટીમોને જરૂરીયાત મુજબના હથિયાર, વાહનો, હેલ્મેટ/ઢાલ, બી.પી. જેકેટ, સર્ચ લાઇટ વિગેરે જેવા સંસાધનો પુરા પાડવામાં આવેલ હતા.
જેના દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ભાવનગર રેન્જમાં કોમ્બિંગ નાઇટ દરમ્યાન પ્રોહિબીશનના 512 કેસો કરી 516 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જીલ્લામાં 63 કેસો કરી 63 આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લામાં 424 કેસો કરી 428 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા દ્વારા 25 કેસો કરી 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં એસઓજીદ્વારા અનિષ મુન્નાભાઇ મન્સુરીને બે હથિયાર તથા 15 જીવતા કાર્ટિસ સાથે પકડી 1 આર્મ્સ એક્ટનો કેસ કરવામાં આવેલ છે જે આરોપી 5 ગુન્હાઓમાં નાસતો ફરતો હતો તેમજ ભાવનગર રેન્જ આર આર સેલ દ્વારા ખાણ ખનીજની ગેર કાયદેસર હેરાફેરી કરતા પ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.