અમરેલી જિલ્લામાં દારૂબંધીનાં 251 કેસ કરતી પોલીસ

અમરેલી,
ગઇ કાલ તા.03/04/2021 ના રોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા શખ્સો ઉપર રેઇડો કરી તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ 251 કેસોકરવામાં આવેલ છે. જે પૈકી દારૂ પીધેલ 197 વ્યક્તિઓ પકડવામાં આવેલ છે તથા વિદેશી દારૂ કબ્જાના 1 તથા દેશી દારૂના કબ્જાના તથા દારૂ બનાવવાના આથાના મળી કુલ 53 કેસો તેમજ દારૂ પી વાહન ચલાવવાનો 1 કેસ કરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલ 1 કિં.રૂ. 100/- તથા દેશી દારૂ લીટર 120, કિં.રૂ.2400/- તથા આથો લીટર 10, કિં.રૂ.20/- દારૂ ભરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કિં.રૂ.406/- મળી કુલ કિં.રૂ.2,926/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
ડ્રાઇવ દરમ્યાન દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા કુલ 240 આરોપીઓ ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.