અમરેલી જિલ્લામાં દારૂ સામે આકરા પગલા : વધ્ાુ 258 કેસ

અમરેલી,

અમરેલી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઇડ કરી, દરોડા પાડી, પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.અમરેલી જિલ્લાં પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન કુલ 258 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી 129 દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે. દારૂના કબ્જાના 100 કેસ તથા દારૂ બનાવવા માટેના આથા/ભદટ્ઠીના 19 કેસ કરવામાં આવેલ છે. તેમજ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવવાના 10 કેસ કરવામાં આવેલ .