અમરેલી જિલ્લામાં દારૂ સામે શ્રી નિર્લિપ્ત રાયનો એક્શન પ્લાન

  • અમરેલી જિલ્લામાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા દારૂબંધીની કડક અમલવારી અવિરત શરૂ
  • દારૂના વેપારીઓ ઉપર વોચ ગોઠવી તેને રંગે હાથે પકડવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં એક સાથે દારૂના દરોડાઓ પડાયા
  • 122 વ્યક્તિઓ દારૂ પીધેલી ઝડપાઇ : દારૂ અને આથા સાથે 16 જગ્યાએ સફળ દરોડા : કુલ 138 લોકોની ધરપકડ કરી લોકોઅપ હવાલે કરી દેવામાં આવ્યા

અમરેલી,
દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/સેવન/ વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય દ્વારા દારૂની પ્રવૃતિ કરતાં શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય અને દારૂબંધીની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ગઇ કાલ તા.10/12/2020 ના રોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા શખ્સો ઉપર રેઇડો કરી તેમની સામે દારૂબંધી ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ 138 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી દારૂ પીધેલ 122 વ્યક્તિઓ પકડવામાં આવેલ છે તથા દેશી દારૂના કબ્જાના તથા દારૂ બનાવવાના આથાના 16 કેસો કરવામાં આવેલ છે.ડ્રાઇવ દરમ્યાન દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રોહીબીશન પ્રવૃતિ કરતા કુલ 136 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.