- અમરેલી જિલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયનો વધુ એક મહત્વપુર્ણ નિર્ણય : ગામડાઓની જનતાને નિર્ભય બનાવાશે
- પાદરગઢ, રબારીકા, સેંજળ, દોલતી, લુવારા, વડ, વડલી, સરંભડા, ગોપાળગ્રામમાં એસપીશ્રી નિર્લિપ્ત રાય ખુદ લોકોના પ્રશ્ર્નો માટે કેમ્પ યોજી લોક પ્રશ્ર્નોને હલ કરશે
- આમાંથી અમુક ગામમાં દોઢસો રૂપીયાની એક વીઘો જમીન ખરીદવામાં આવી હોવાનું રેકર્ડ ઉપર છે : ગામોમાંથી ગુંડાગીરી નાબુદ કરવા પોલીસ દ્વારા વધુ એક નક્કર પગલું
અમરેલી,
પોતાની કાર્યશૈલી માટે જાણીતા એવા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા એક વધ્ાુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અમરેલી જિલ્લામાં બહુ ગવાયેલા અમુક ગામડાઓમાં પોલીસ દ્વારા કેમ્પ યોજવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.
પોલીસ સુત્રોએ જણાવ્ય હતુ કે એસપીશ્રી નિર્લિપ્ત રાય પાસે આધાર પુરાવા સાથે એવી વિગતો આવી હતી કે અમરેલી જિલ્લાના અમુક ગામોમાં માત્ર દોઢસો રૂપીયે એક વીઘો જમીન વહેંચવામાં આવી છે આ જમીન કેવી રીતે વેંચાય છે તેની તપાસ બાકી છે પણ જિલ્લાના પાદરગઢ, રબારીકા, સેંજળ, દોલતી, લુવારા, વડ, વડલી, સરંભડા, ગોપાળગ્રામ જેવા ગામડાઓમાં પોલીસ તંત્ર દ્વારા કેમ્પ યોજી અને લોકોને નિર્ભય કરવામાં આવશે અને ત્યાંના પ્રશ્ર્નોને ઉકેલી ઘર કરી ગયેલા અસામાજિકોને ઉખેડી ફેંકવામાં આવશે અને કદાચ ગુંડા ધારાની શરૂઆત પણ અહીંથી જ કરવામાં આવે.
અમરેલીનાં પ્રમાણીક અને નિષ્ઠાવાન એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરો, દારૂ જુગારની બદી ચલાવતા અસામાજીકો, માથાભારે તત્વો સામે સતત ઝુંબેશ ચાલી રહી છે. અને તેમાં ખાસ કરીને ગ્રામીણ જનતા રજુઆત કરવા માટે જિલ્લા મથક સુધી પહોંચી શકતી ન હોય અથવા તો તેને આવવા દેવામાં ન આવતી હોય તેવા કિસ્સામાં પોલીસ ખુદ આવા વિસ્તારોમાં જઇ અને લોકોને અસામાજીકોની ચુંગાલમાંથી મુકત કરાવે તેના માટે એક રીતસર અભિયાનનો પ્રારંભ થનાર છે. અને આવનારી ચુંટણીઓમાં પણ આની મોટી અસર દેખાશે.