અમરેલી જિલ્લામાં દોઢ હજાર વિદ્યાગુરૂઓને વંદના કરતી પોલીસ

અમરેલી,

શ્રી વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશકશ્રીની સુચના મુજબ તથા મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસે અમરેલી જિલ્લામાં 140 શાળાઓમાં દોઢ હજારથી વધ્ાુ વિદ્યાગુરૂઓની મુલાકાત લઇ તેમનું બહુમાન કરી શિક્ષક દિન ઉજવ્યો હતો. એસપી ખુદ શ્રી હિમકરસિંહએ પણ તેમની સુપુત્રી અનાહીતા અને ધર્મપત્નીશ્રીમતી મોનીશા બહેન સાથે પોદાર હાઇસ્કુલની મુલાકાત લીધી હતી. એસપીશ્રીનાં માર્ગદર્શનમાં જિલ્લાના શ્રી જગદીશસિંહ.પી.ભંડારી, અમરેલી ડીવીઝન, અમરેલી તથા શ્રી શ્રી એચ.બી.વોરા, નાયબ પોલીસઅધિક્ષકશ્રી, સાવરકુંડલા ડીવીઝન, સાવરકુંડલાના સુપરવિઝન હેઠળ તમામ પોલીસ સ્ટેશન દ્વારા 05 મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સંબંધિત વિસ્તારમાં આવતી શાળા/કોલેજની મુલાકાત લેવામાં આવી હતી અને શાળા/કોલેજના શિક્ષકોને આજના દિવસે મળી શિક્ષકદિનની શુભકામના આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવેલ .