અમરેલી જિલ્લામાં ધુપછાવ માહોલમાં વરસાદ પડયો

  • જિલ્લામાં બે દિવસના મેઘવિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા
  • રાજુલા પંથકમાં ધોધમાર પોણા બે ઇંચ વરસાદ પડ્યો : અન્યત્ર હળવા ભારે ઝાપટાઓ પડયાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં અવિરત શરૂ રહેલા વરસાદ બાદ બે દિવસના મેઘવિરામ પછી ફરી વાતાવરણમાં પલટો આવતા. ફરી ધુપછાવ ભર્યા વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળાઓ છવાતા વરસાદ શરૂ થયો હતો રાજુલામાં ધોધમાર પોણા બે ઇંચ જેવો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જિલ્લામાં અન્યત્ર હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોરૂમમાં નોંધાયેેલા વરસાદના આંકડામાં રાજુલા 45 મી.મી, અમરેલી 8 મી.મી, ખાંભા 3 મી.મી, ધારી 3 મી.મી, બગસરા 1 મી.મી, બાબરા 2 મી.મી, લીલીયા 10 મી.મી, સાવરકુંડલા 6 મી.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા ભારે વરસાદના ઝાપટાઓ પડયાના વાવડ મળી રહયા છે.