અમરેલી જિલ્લામાં ધો.10 અને 12ની શાળાઓનો આરંભ

અમરેલી,અમરેલી જિલ્લામાં રર માર્ચથી લોકડાઉન શરુ થવાની સાથે શાળાઓ બંધ થયા બાદ સોમવારથી ધો. 10 અને 1ર માટે વિધિવત રીતે શાળાઓનો આરંભ થયો છે. પ્રથમ દિવસે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરુ થઈ ગઈ હતી પણ માત્ર રપ% વિદ્યાર્થીઓ જ શાળામાં અભ્યાસ માટે આવ્યા હતા. બાકીનાઓએ ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કર્યો હતો.આ અંગેની વિગતો આપતા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં 131 ગ્રાન્ટેડ, 47 સરકારી અને 137 ખાનગી એટલે કે સેલ્ફ ફાયનાન્સ માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ આવેલી છે. તેમાં ધો. 10 અને 1રના મળીને કુલ ર4 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં 30% વિદ્યાર્થીઓના વાલી દ્વારા પોતાના બાળકને શાળાએ મોકલવાની મંજૂરી આપતા સોમવારથી ધો.10,1રની તમામ શાળાઓ શરુ થઈ છે અને પ્રથમ દિવસે કુલ રપ% વિદ્યાર્થીઓની હાજરી રહી છે. આમાંથી પ1 ગેરહાજર રહૃાા હતા અને બાકીના 70% ને વાલી દ્વારા શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી નથી. પ્રથમ દિવસે થર્મલ ગનથી સ્ક્રીનીંગ, સેનીટાઈઝેશન, બેસવામાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. સમય માટે દરેક શાળાઓને પોતાની રીતે સમય નિર્ધારીત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. અમુક શાળાઓ સવારમાં તો અમુકમાં બપોર પછીનો સમય રખાયો હતો અને કલાકો પણ શાળા દ્વારા જ ની કરાયા હતા. હાલમાં ઘણી શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે કે પૂરો થવા છે અને બોર્ડની પરીક્ષા નજીક હોવાથી છાત્રોને તેની તૈયારી પણ કરાવવામાં આવશે. પ્રથમ દિવસે જિલ્લામાં તંત્રને કોઈપણ શાળાની કોઈપણ પ્રકારની ફરિયાદ મળી નહોતી.સાવરકુંડલાના પ્રતિનિધી શ્રી સૌર દોશીના જણાવ્યા મુજબ શહેરમાં એસ.વી.દોશી ગલ્સ હાઇસ્કુલ અને એ.કે. ઘેલાણી ગર્લ્સ હાઇસ્કુલમાં આચાર્ય વર્ષાબેન ઠક્કરની દેખરેખ નીચે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો રકારની ગાઇડલાઇનના પાલન સાથે શાળામાં ધો.10 માં 249 માંથી 37 વિદ્યાર્થીનીઓ અને ધો.12 માં 126 માંથી 49 વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી સ્વામીનારાયણ ગુરૂકુળ સંચાલિત ઘેલાણી માધ્યમિક શાળામાં પણ શિક્ષણ કાર્ય થયુ હતુ વાલીઓના સંમતિ પત્રો લેવાઇ રહયા છે તેમ આચાર્ય ગીરીશભાઇ ભટ્ટે જણાવ્યુ છે. બગદાણા હાઇસ્કુલમાં આચાર્ય મયુરભાઇ ઠાકરે જણાવ્યુ કે 32 વાલીઓનાં સંમતિ પત્રો બગદાણા હાઇસ્કુલમાં આવ્યા હતા પણ શાળાએ વિદ્યાર્થી હાજર ન હતા. ખાંભાના પ્રતિનિધિ રૂચીત મહેતાના અહેવાલ મુજબ ખાંભા જે.એન. મહેતા હાઇસ્કુલમાં 245 માંથી ધો. 10 ના 64 વિદ્યાર્થી હાજર રહયા હતા અને ધો.12 માં 26 વિદ્યાર્થીઓ હાજર રહયા હતા એ જ રીતે જિલ્લાભરની શાળાઓમાં પાંખી હાજરી વચ્ચે શિક્ષણ કાર્ય શરૂ કર્યુ હતુ.લીલીયા અમૃતબા વિદ્યાલયમાં ધો.10-12નાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. આચાર્ય હસમુખભાઇ કરડ, રંજનબેન રાદડીયાનાં માર્ગદર્શન નીચે ધો.10-12નાં શિક્ષણકાર્યનો પ્રારંભ થતાં ખુશી વ્યાપી છે. ઢસામાં લોકડાઉન બાદ લાંબા સમયનાં અંતે ધો.10-12નાં રેગ્યુલર વર્ગો શરૂ કરવા સુચના આપી તેમાં આર.જે.એચ.હાઇસ્કુલ ઢસામાં પ્રથમ દિવસે 70 ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વેપારીઓ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.