અમરેલી જિલ્લામાં નવરાત્રી પર્વ ઉજવવા થનગનાટ

  • છેલ્લા બે વર્ષ સુધી કોરોના મહામારીના કારણે ગરબાનો સુર વિસરાયા બાદ આ વર્ષે મંજુરી મળતા 
  • સોશ્યલ ડિસ્ટન્સ સાથે એક ગરબીમાં 400 સુધીનાં લોકોની સરકાર દ્વારા મંજુરી અપાઇ

અમરેલી,

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગરબાનો તાલ બે સુરો રહ્યાં બાદ આખરે સરકારની ગાઇડ લાઇન પ્રમાણેઉજવણીની મંજુરી મળતા નવરાત્રી પર્વ પરંપરાગત રીતે ઉજવવા ભારે ઉત્સાહ જોવા મળે છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે શેરી ગરબાઓમાં 400ની મંજુરી હોય તે મુજબ અનુશરણ કરવું રહેશે. મા આદ્યાશક્તિનાં પર્વ નવરાત્રી નિમિતે આદ્યાત્મિક્તા સાથે ઉજવણી કરવા ભારે ઉમંગ જોવા મળે છે.