અમરેલી,
અમરેલી જિલ્લામાં સીસીઆઇ દ્વારા નવા કપાસ સેન્ટર ખોલવા અમરેલી અમર ડેરીનાં ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયાની રજુઆતને સફળતા મળી છે. શ્રી સાવલીયાએ પણ કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા, મુખ્યમંત્રી શ્રી રૂપાણી, શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી કાછડીયા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયાએ તા.18-5-20નાં રોજ પત્ર પાઠવી કરેલી રજુઆત અનુસંધારે ચિતલ ખાતે દેસાઇ કોટેક્ષમાં નવું કપાસ ખરીદી સેન્ટર મંજુર કરવામાં આવેલ છે.
અને કપાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમજ અપુરતા સ્ટાફને કારણે ખરીદી કરવામાં આવતી નથી. પણ હવે પાંચ દિવસ સુધી તમામ સેન્ટરો ઉપરથી ખરીદી કરવામાં આવશે જેથી ખેડુતો લુંટાતા બંધ થશે અને ખેડુતોને પોતાનાં માલનો પોષણ ક્ષમ ભાવ મળી રહેશે તેવી સુંદર વ્યવસ્થા કરવા બદલ ભારત સરકાર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યાનું શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયાએ જણાવ્યું છેે.