અમરેલી જિલ્લામાં નવી શિક્ષણ પધ્ધતિથી અપાતું શિક્ષણ

અમરેલી,
છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રયાસોથી કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નિતી જાહેર કરી ત્રણ વર્ષથી અમલવારી કરી છે. આ નવી શિક્ષણ નિતીનાં ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે આગામી 29મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાનાર છે તે પુર્વે ત્રીજા વર્ષની વર્ષગાંઠ નિમિતે પત્રકાર પરિષદ યોજી પત્રકારોને વિગતો આપવામાં આવી હતી. નવી શિક્ષણ નિતીથી ટેકનીકલ સુધારા, વ્યવસાય લક્ષી સુત્ર તથા વડાપ્રધાનશ્રીની પીએમશ્રી યોજના, નિપુણ યોજના, ફાઉન્ડેશન સહિત કેન્દ્રની યોજનાઓનાં અમલ સાથે બાળકોને લર્નીંગ શિક્ષણમાં સામેલ કરી કૌશલ્ય વધારવાનાં પ્રયાસોની વિગતો આપી હતી. આ પત્રકાર પરિષદમાં અમરેલી જવાહર નવોદય વિદ્યાલયનાં પ્રિન્સીપાલ શ્રી વિજય ભોસ તથા અમરેલી આઇટીઆઇનાં પ્રિન્સીપાલ સેજલબેન ભટ અને જિલ્લા શિક્ષણ ખાતાનાં મદદનીશ અધિકારીશ્રી ભુતૈયા ઉપસ્થિત રહ્યાં હતાં અને વિગતો આપી હતી.આ પત્રકાર પરિષદમાં શ્રી કિર્તીભાઇ ગોસ્વામી સહિત સહયોગી બન્યા .