અમરેલી જિલ્લામાં નિમણુંક 61 ડૉકટરોની પણ હાજર થયાં 11

અમરેલી,વિધાનસભા ગજવતી શ્રી પરેશ ધાનાણી અને જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યોની ટીમની પ્રશ્ર્નોતરી દરમિયાન ગુજરાત વિધાનસભામાં અમરેલી જિલ્લો ચમકયો હતો જેમા વિગતો અપાઇ હતી કે, ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં નિમણુક 61 ડૉકટરોની કરાઇ હતી પણ તેમાથી હાજર થયા હતા માત્ર 11 તબીબો સરકારી કોલેજોમાં માત્ર 5થી 6 હજારમાં એમબીબીએસ થયેલા તબીબોને ગ્રામ્ય વિસ્તારમાં દર્દી ઓની સેવા કરવામાં રસ જ નથી આવા તબીબોને પ્રોવીઝન ડીગ્રી આપવી જોઇએ અને ફરજીયાત 3 વર્ષ ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવે ત્યારે જ ફાઇનલ ડીગ્રી આપવી જોઇએ તેવી માંગણી કરાઇ હતી રાજયમાં ભણેલા 2228 તબીબોમાંથી 1907 ડૉકટરોએ સરકારના પોસ્ટીંગને ફગાવ્યું હતુ.આ ઉપરાંત અમરેલી જિલ્લામાં 791 બાળકોના સરકારી દવાખાનામાં જન્મ થયા હતા અને તેમા અને સારવાર દરમિયાન 25 નવજાત શીશુઓના મોત નિપજયા હતા.જયારે છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં 332 આત્મહત્યા અને આકસ્મીક મૃત્યુના 515 બનાવો મળીને કુલ 847 અપમૃત્યુના બનાવો બન્યા હોવાનો ધારસભ્યોને સરકાર દ્વારા પ્રત્યુતર અપાયો હતો ગુજરાત રાજયમાં સૌથી વધ્ાુ 2153 આત્મહત્યાના બનાવો સુરતમાં બન્યા હતા જયા સૌથી વધારે અમરેલી જિલ્લાના લોકો વસે છે અને સૌથી વધ્ાુ મંદી છે.