અમરેલી જિલ્લામાં પશુધનમાં ઇયર ટ્રેગીંગ કામગીરી શરૂ કરાઇ

  • પશુપાલન વિભાગ દ્વારા ઓનલાઇન રજીસ્ટર કરાશે

બગસરા,
કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા ખરવા મોવાસા રોગ નિયંત્રણ કરવાના પ્રોગ્રામને ફલેગશિપ પ્રોગ્રામ જાહેર કરેલ છે જે અનુસંધાને નેશનલ એનિમલ ડિસિઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ રાજ્યના તમામ પશુધનને નો ટેગ નો વેક્સિન પોલિસી હેઠળ ઇયર ટેગિંગ કરી ઓનલાઇન રજીસ્ટર કરવાની કામગીરી સરકારશ્રીની સુચના મુજબ અમરેલી જિલ્લાના અમરેલી બગસરા સહિતના તમામ તાલુકામાં પશુપાલન શાખા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પશુઓને લગાવવામાં આવેલ ઇયર ટેગ પશુના આધારકાર્ડ તરીકે કામ કરશે જે પશુપાલકને આગામી પશુપાલનની અલગ અલગ યોજનાઓ તથા આકસ્મિક પશુ મરણ સહાય ઝડપથી અને સરળતાથી મળી રહેવા મદદરૂપ થશે.