અમરેલી જિલ્લામાં પાંચ દિવસ હજુ ઠંડીની શક્યતા : આગાહી

અમરેલી,
અમરેલી જીલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ઠંડુ, સુકું અને ચોખ્ખું રહેવાની શક્યતા છે. ઝાંકળની શક્યતા નહીવત છે. ઠંડીના પ્રમાણમાં આગામી 4 દિવસ ઘટાડો અને ત્યાર બાદ વધારો થવાની શક્યતા છે, મહત્તમ તાપમાન 27-29 ઓસે અને લઘુત્તમ તાપમાન 11-14 ઓસે જેટલું રહેવાની શક્યતા છે. પવનની ગતિ સામાન્ય કરતા વધુ, અંદાજીત 12-16 કિમી/કલાક સુધી ની રહેવાની શક્યતા છે. દિશા મોટાભાગે ઉત્તર થી ઇશાન રહેવાની શકયતા છે. તા. 23 થી 27 જાન્યુઆરી 2023 દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ઠંડુ, ચોખ્ખું, અને સુકું રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા નથી. આ દરમિયાન ઠંડી ના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે.ઉનાળુ પાકો માટે જમીનની તૈયારી અને બિયારણની પસંદગી કરવી. પ્રમાણિત અને રોગ પ્રતિકારકતા ધરાવતી જાતનું બીજ વાપરવું.રસાયણિક ખાતરોના બદલે ગાય આધારિત અથવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો, અથવા જમીન ચકાસણી કરાવ્યા બાદ જ વિવેક પૂર્વક રસાયણિક ખાતરોની ઉપયોગ કરવો.વહેલું વાવેતર કરેલા ચણાની કાપણી માટેનું આયોજન કરવું.દેશી ગાયોનું સિદ્ધ થયેલ આખલા થકી બીજદાન-પ્રજનન કરાવવું (અપગ્રેડેશન).ઉનાળુ પાકો જેવા કે, તલ, મગ, મગફળી, તરબૂચ અને બાજરો વગેરે માટે જમીનની તૈયારી અને બીજ પસંદગી