અમરેલી જિલ્લામાં પાંચ પીઆઇની બદલી કરતા એસપીશ્રી હિમકરસિંહ

અમરેલી,
અમરેલીનાં એસપીશ્રી હિમકરસિંહએ વહિવટી સરળતા માટે જાહેર હિતમાં અમરેલી જિલ્લામાં પાંચ પીઆઇની અરસપરસ બદલી કરી હતી.
સાવરકુંડલા શહેરમાં ફરજ બજાવતા પીઆઇશ્રી રાધેશ્યામ વિરાણીને અમરેલી એસઓજીમાં મુકવામાં આવ્યાં છે. મહિલા પોલીસ સ્ટેશનનાં પીઆઇશ્રી એસએમ સોનીને સાવરકુંડલા શહેરમાં તથા લીવ રિઝર્વમાંથી શ્રી જેએન પરમારને સાવરકુંડલા રૂરલમાં તથા મહિલા યુનિટમાંથી શ્રી જેએમ કૈલાને એએચપીયુમાં અને અમરેલી સીપીઆઇમાંથી શ્રી સીએન કુગસીયાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યાં છે.