અમરેલી જિલ્લામાં પાઇપ્ડ ઓક્સિજન સાથે 270 બેડ તૈયાર કરાશે

  • કોરોનાનાં આવી રહેલા ઢગલાબંધ દર્દીઓ વચ્ચે સાચી જરૂરીયાત અને ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને બચાવવા માટે આગોતરૂ આયોજન
  • પાઇપથી ઓક્સિજન વાળા 100 બેડ બનાવવા માટે રાધીકા હોસ્પિટલને ખાલી કરાઇ સાવરકુંડલામાં વધ્ાુ 50 બેડની હોસ્પિટલને મંજુરી આપતા કલેકટરશ્રી આયુષ ઓક
  • શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 120 બેડની સુવિધા : કોવિડ કેર સેન્ટર માટે હોમીયોપેથીક કોલેજને રીકવીઝીટ કરાઇ અવધ ટાઇમ્સને વિગતો આપતા કલેકટરશ્રી આયુષ ઓક

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓમાં વધારો થઇ રહયો છે ત્યારે કોરોનાને કારણે ગંભીર હાલતમાં મુકાયેલા દર્દીઓના જીવ બચાવી શકાય તે માટે અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા યુધ્ધના ધોરણે આગોતરા પગલાઓ લેવાઇ રહયા છે તે અંતર્ગત અમરેલીની રાધીકા હોસ્પિટલની આયુર્વેદીક કોલેજને ખાલી કરી તેમાં રહેલા દર્દીઓને હંગામી ધોરણે સિવીલમાં સીફટ કરી રાધીકામાં પાઇપ દ્વારા ઓક્સિજન પહોંચી શકે તેવા 100 બેડ ઉભા કરવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાયુ છે અને એકાદ સપ્તાહમાં રાધીકા હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 100 બેડ તૈયાર હશે તેમ કલેકટરશ્રીએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ. કલેકટરશ્રીએ જણાવેલ કે આજે જ સાવરકુંડલામાં પણ 50 બેડની ઓક્સિજનના પાઇપથી સજ્જ કોવિડ હોસ્પિટલ ઉભી કરવા મંજુરી આપી દેવામાં આવી છે અને હાલમાં અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 120 બેડની સગવડતા છે જ આમ ગંભીર પ્રકારની હાલતમાં એક સાથે 270 જેટલા દર્દીઓની સઘન સારવાર થઇ શકે અને તેને બચાવી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાઇ રહી છે.આ ઉપરાંત માત્ર શરદી, તાવ, ઉધરસ હોય તેવા કોરોનાનાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખી અને આયુર્વેદીક ડોકટરોની ટીમ દ્વારા દેખરેખ રાખી સારવાર આપવામાં આવશે સાવરકુંડલામાં 60, રાજુલામાં 50, અમરેલીની એલડી ગજેરા હોસ્ટેલમાં 130 બેડની સુવિધા છે આ ઉપરાંત આજે 75 બેડ ધરાવતી સ્વામી નારાયણ ગુરૂકુળની ધારી રોડ ઉપર આવેલ હોમીયોપેથીક કોલેજને રીકવીઝીટ કરવામાં આવી છે આમ કુલ 315 જેટલા દર્દીઓની કોવિડ કેર સેન્ટરમાં સારવાર થઇ શકશે.