અમરેલી,સુરતથી દોઢ લાખ ઉપરાંત લોકો દેશમાં આવ્યા પછી 20 રૂપીયાની બીડીની જુડી 80 માંથી 120એ પહોંચી ગઇ હતી અને પાન- માવા બીડીના બંધાણીઓ માલની અછત અને કાળાબજારથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા પરંતુ આજથી દુકાનો ખોલવાના સમાચારથી બંધાણીઓએ દોટ મુકી હતી પણ અપુરતો સ્ટોક અને સોશ્યલ ડીસ્ટન્સના અભાવે દુકાનદારો ઉપર ગુનાઓ દાખલ થયા હતા અને અરાજકતા સર્જાતા ખુલેલી દુકાનો બંધ કરી દેવામાં આવી હતી દરમિયાન અમરેલી વેપારી મહામંડળ અને પાન બીડી એસો.એ જણાવ્યુ છે કે અમરેલી જિલ્લામાં પાન-બીડીની દુકાનો ગુરૂવારથી ખુલશે.
આજે સવારના અમરેલીમાં પાન બીડીના એક વેપારીએ દુકાન ખોલતા જેમ મુંબઇમાં દારૂની દુકાનમાં લાઇન લાગી હતી તેવી કતાર લાગતા દુકાનદાર ઉપર સોશ્યલ ડીસ્ટન્સીંગના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આવી જ હાલત રાજુલા સાવરકુંડલામાં થતાં દુકાનો બંધ કરાઇ હતી અને અમરેલીમાં પ્રાંત અધિકારીશ્રી ઉંધાડના માર્ગદર્શન હેઠળ બેઠક મળી હતી જેમાં અમરેલીમાં પાન-બીડીના વેપારીઓને ગ્રીન કોડેડ એકી બેકી સંખ્યાના સ્ટીકર અપાશે તથા હોલસેલરો પાસે પુરતો માલ ન હોવાથી ખરીદીમાં ગુરૂવારે બઘડાટી બોલવાની શક્યતા હોય વેપારીઓ દ્વારા હોલસેલરને ત્યાં અમરેલી શહેરના દુકાનદારોની લાઇનો લાગે તેની વ્યવસ્થા કરવા અને સોશ્યલ ડીસ્ટન્સીંગની સહિતની કાળજી રાખી આજે બુધવારે સ્ટીકરો લગાડવાની કામગીરી કરવામાં આવશે.અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સંજયભાઇ વણજારા હોલસેલરના જયુભાઇ ચૌહાણ, પાન બીડી એસોસીએશનના રણજીતભાઇ ડેર, હસુભાઇ ડોબરીયા, પોપટલાલ કાશ્મીરા, મનીષભાઇ માવદીયા, ચકાભાઇ ભેળવાળા, અરજણભાઇ શિંગાળા, મેહુલભાઇ માખેચા, ભાવેશભાઇ પડસાલાએ વેપારની વ્યુહરચના ઘડી કાઢી છે અને પાન બીડીના દુકાનદારોને સ્ટીકર મેળવવામાં કોઇ તકલીફ થાય તો રણજીતભાઇ ડેર મો.નં.94261 84550 તથા હસુભાઇ ડોબરીયા મો.નં. 99794 49551 નો સંપર્ક કરવા રણજીતભાઇ ડેરએ જણાવ્યુ છે આ ઉપરાંત અમરેલીમાં ચા,ખાણીપીણીની દુકાનને છુટ અપાઇ છે પણ લારી અને કેબીનોને છુટ નથી અપાઇ દુકાનદારોએ પણ નગરપાલીકામાં જાણ કરી તેની દુકાન સેનેટાઇઝ કરી મંજુરી લઇને વેપાર શરૂ કરી શકાશે.