અમરેલી જિલ્લામાં પાલીકાઓને રૂા. 556.50 લાખ ફાળવાયા

  • ચાલુ વર્ષે નગરપાલીકા વિસ્તારોમાં થયેલ અતિવૃષ્ટિથી નુકશાનીના પગલે રોડ રિસર્ફેસીંગ માટે
  • રાજુલામાં 120, અમરેલીમાં 75, જાફરાબાદમાં 105, લાઠીમાં 45, બગસરામાં 45, દામનગરમાં 31.50, ચલાલામાં 30,બાબરામાં 45, સાવરકુંડલા 60 લાખ મંજુર કરાયા
  • ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત રાજ્યની તમામ પાલીકાઓને મદદરૂપ થવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સહયોગથી આયોજન

અમરેલી,
અમરેલી જિલ્લાની નગરપાલીકાઓને રોડ રીસર્ફેસીંગ માટે 556.50 લાખની ફાળવણી કરવામાં આવી છે.
ચાલુ વર્ષે નગરપાલીકા વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે થયેલ રસ્તાઓને નુકશાનના પગલે ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા રાજ્યભરમાંથી દરખાસ્તોના અંતે 15.00 લાખ રૂપીયા ગ્રાન્ટની ફાળવણી નિયત કરેલ છે.
તે મુજબ રસ્તા રીસર્ફેસીંગ માટે માંગણી કરેલ નથી તેવી 16 પાલીકાઓને પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે જેમાં રોડ સુધારા વધારા કરવા તથા થર્મો પ્લાસ્ટ રોડ., ટર્બ પેઇન્ટ, સ્ટ્રીટ સાઇન બોર્ડ, રોડ સેફટીના કામો કરવા માટે રાજ્યભરમાં 16095.03 લાખ મંજુર કરાઇ છે.
જે તે પાલીકાઓને ગ્રાન્ટ ફાળવ્યા મુજબ રાજુલામાં 120.00, અમરેલીમાં 75.00, જાફરાબાદમાં 105.00, લાઠીમાં 45.00, બગસરામાં 45.00, દામનગરમાં 31.50, ચલાલામાં 30.00,બાબરામાં 45.00, સાવરકુંડલા 60.00 લાખ રીસર્ફેસીંગ માટે મંજુર કરવામાં આવ્યા છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત ગ્રાન્ટ અપાતા રાજ્યભરમાં પાલીકા વિસ્તારોમાં રોડ રીસર્ફેસીંગની કામગીરી થઇ શકશે તેમ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા જણાવાયુ છે.