અમરેલી જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

  • અમરેલી જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા 9 કેન્દ્રો ઉપર ખરીદી શરૂ કરાઇ
  • કેન્દ્ર દિઠ 30 મળીને જિલ્લામાં 270 ખેડુતોને બોલાવાયા હતા : અમરેલી યાર્ડમાં 30માંથી પ્રથમ દિવસે 13 ખેડુતો જ આવ્યાં

અમરેલી,અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો આરંભ કરવામાં આવ્યો છે જો કે ટેકાના ભાવે કરતા સામાન્ય બજારમાં ચણાની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. જો કે પ્રથમ દિવસે ખૂબ જ ઓછી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા માટે આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં ચણાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય માર્કેટયાર્ડો મળીને કુલ 9 સ્થળોએ ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ 49 હજાર પ17 ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી છે અને પ્રથમ દિવસે તમામ કેન્દ્રો ઉપર માત્ર 30ની મર્યાદામાં જ ખેડૂતોને બોલાવાયા હતા અનેજિલ્લાના તમામ 9 કેન્દ્રો મળીને પ્રથમ દિવસે ર70 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જિલ્લા મથક અમરેલી ખાતે બોલાવાયેલા 30માંથી 13 ખેડૂતો જ આવ્યા હતા અને 17 ખેડૂતો આવ્યા નહોતા. આ જ રીતે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવનારા ખેડૂતોની સંખ્યા ઓછી રહી હતી. બીજી તરફ ટેકાના ભાવ કરતા સમાન્ય બજારમાં ચણાની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતો માર્કેટયાર્ડમાં ચણા વેચી રહૃાાં છે. સરકાર દ્વારા ખેડૂતોને ર0 કિલાનો 10ર0નો ભાવ આપવામાં આવી રહૃાો છે.

જિલ્લામાં 1.68 લાખ હેક્ટરમાં વાવેતર

અમરેલી જિલ્લામાં આ વખતે માતબર પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરીને નોંધવામાં આવતા આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લામાં 1 લાખ 68 હજાર 390 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે તેથી આ વર્ષો ચણાનો મબલખ પાક બજારમાં આવશે.