અમરેલી જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશ જારી

  • આગામી દિવસોમાં તહેવારોને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા
  • તા. 23 જુલાઇથી 6 ઓગસ્ટ સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડયું : જાહેરનામાનો કડક અમલ

અમરેલી,
હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનીસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતુંજાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. 23-07-2020 થી તા: 6-8-2020 સુધી સમગ્રઅમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ,લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ,સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવાનહીં અને બૂમો પાડવી નહી તથા સૂત્રોચ્ચાર કરવા નહિ. સભા અને સરઘસ કાઢવા નહિ. આ સાથેછટાદાર ભાષણો આપવાની, ચાળા કરવાની તેમજ કોઇના ચિન્હો, નિશાની દેખાડવાની કે તેવા કૃત્યોકરવાની મનાઈ ફરમાવેલ છે.
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર સભા સરઘસ કાઢવાનીતેમજ તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ
ફરમાવી હતી.ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી-અર્ધસરકારી કર્મચારી-અધિકારીઓને તેમજ શારીરિક રીતે અશક્ત હોય અને લાકડી-લાઠી લઇને ફરવું જરૂરી હોય તેમનેતેમજ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ. જાહેરનામાનું ઉલ્લંઘનકરનાર કે ઉલ્લંઘનમાં મદદરૂપ થનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131અને કલમ-135ની જોગવાઇ મુજબ દંડને પાત્ર થશે.