અમરેલી જિલ્લામાં પ્રવેશતા બહારના લોકોને કવોરન્ટાઇન કરો

  • જો કોરોનાને અટકાવવા માટે અને તેની ઉપર કાબુ મેળવવો હોય તો ચેકપોસ્ટ ઉપર સ્ક્રીનીંગ કરી
  • લોકોની અવર જવર બંધ ન કરો પણ બહારના જિલ્લામાંથી આવનારને ફરજિયાત હોમ કવોરન્ટાઇન કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ 50 ટકાથી વધારે ઘટી જશે
  • સુરતથી લોકોનો પ્રવાહ વધવામાં છે તેવા સમયે સંક્રમણનું જોખમ વધશે : કલેકટરશ્રીએ આગોતરા પગલાના ભાગરૂપે ખાનગી વાહનોને ઉતારૂઓની જાણ કરવા આદેશ કર્યો છે

અમરેલી જિલ્લા ઉપર સૌરાષ્ટ્રમાં સૌથી વધ્ાુ સંક્રમણનું જોખમ તોળાય રહયુ છે કારણકે અમરેલી જિલ્લાના સૌથી વધ્ાુ લોકો સુરતમાં વસે છે ત્યાંથી 2 લાખ કરતા વધ્ાુ લોકો એક વખત અમરેલી આવ્યા હતા તેમાંથી અર્ધા કરતા વધ્ાુ લોકો પરત ચાલ્યા ગયા છે એ સમયે સુરતના સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તારમાં આંગળીના વેઢે ગણાય એટલા જ કેસ હતા અને હવે સુરતમાં કોરોના બેકાબુ થયો છે ગુજરાતમાં સૌથી વધ્ાુ કોરોનાના કેસ સુરતમાં આવી રહયા છે અને ચિંતાજનક બાબત એ છે કે ત્યાં હોસ્પિટલોમાં જગ્યા ખુટી પડતા સારવાર માટે સૌએ વતનની વાટ પકડી છે.આવા સમયે અમરેલી જિલ્લામાં સંક્રમણને અટકાવવા માટે જિલ્લાની તમામ ચેકપોસ્ટોને સક્રિય બનાવી તમામ ઉપર બહારના જિલ્લામાંથી આવતા માત્ર આવતા લોકોનું સ્ક્રીનીંગ થાય બીમારી વાળાને સીધા હોસ્પિટલમાં લઇ જવામાં આવે અને બાકીનાને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે તો જ અમરેલી જિલ્લો આ સંક્રમણમાં ઓછો ખુવાર થશે નહીતર સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં કેસ અને મોતની સંખ્યા અકલ્પનીય હશે.સરકાર દ્વારા આ મામલે સ્પેશ્યલ કેસ તરીકે અમરેલી જિલ્લાને બચાવવા માટે ધંધા ઉદ્યોગ ભલે શરૂ રહે અને જન જીવન ભલે અનલોક રહે પણ આરોગ્યની તપાસણી ફરજિયાત કરવામાં આવે તેવી જરૂરીયાત અત્યારે દેખાઇ રહી છે.