અમરેલી જિલ્લામાં પ્રવેશવા પડાપડી : 79 શખ્સો સામે ગુના નોંધાયા

અમરેલી,તા.21/04/2020 ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં કુલ 215 શખ્સો સામે 140 ગુન્હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા 33 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા 88 શખ્સો સામે વડીયા, લાઠી, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા ટાઉન, ખાંભા, મરીન પીપાવાવ, બાબરા, વંડા, દામનગર, ડુંગર, રાજુલા, સાવરકુંડલા રૂરલ, અમરેલી સીટી, અમરેલી તાલુકા અને લીલીયા પોલીસ સ્ટેશનમાં 75 ગુન્હાઓ રજી. કરાવવા માં આવેલ છે.બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં 24 શખ્સો સામેે વડીયા, લાઠી, સાવરકુંડલા ટાઉન અને દામનગર પો.સ્ટે.માં 7 ગુન્હા રજી. થયેલ છે.માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં 5 શખ્સો સામે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં 1 ગુન્હો*રજી. કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા 11 શખ્સો સામે લાઠી, નાગેશ્રી, મરીન પીપાવાવ, દામનગર અને રાજુલા પોલીસ સ્ટેશનમાં 11 ગુન્હા રજી. કરવામાં આવેલ છે.દુકાનો, મોલ, કારખાનાં ખુલ્લા રાખી, લારીઓ ફેરવી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા 4 શખ્સો સામે ધારી, સાવરકુંડલા ટાઉન અને રાજુલા પોલીસ સ્ટેશનમાં 4 ગુન્હા, અસરગ્રસ્ત વિસ્તારો વાળા જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતાં 79 શખ્સો સામે ચલાલા, મરીન જાફરાબાદ, લાઠી, ધારી, વંડા, રાજુલા, સાવરકુંડલા રૂરલ, બગસરા અને અમરેલી તાલુકા પો.સ્ટે.માં 39 ગુન્હા રજી. કરવામાં આવેલ છે. પોતાને ત્યાં મજુરી અર્થે આવેલ મજુરોને કોરોના વાયરસથી સુરક્ષા માટેની કોઇ વ્યવસ્થા કર્યા વગર મજુરોને તરછોડી, જાહેરનામાનો ભંગ કરતા 1 શખ્સો સામે અમરેલી સીટી પો.સ્ટે.માં 1 ગુન્હો રજી. કરવામાં આવેલ છે.લોકડાઉન દરમ્યાન અફવા ફેલાવતા 3 શખ્સો સામે દામનગર તથા અમરેલી સીટ પો.સ્ટે.માં ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 54 તથા ઇ.પી.કો. કલમ 188, 505(ખ) મુજબ 2 ગુન્હા રજી. થયેલ છે.