અમરેલી જિલ્લામાં પ્રોહીબીશનના 183 કેસો નોંધાયાં

  • પોલીસે જીલ્લામાં જુદા-જુદા 20 સ્થળોએ દેશી દારૂ દરોડાઓ પાડી 34લી. દેશી દારૂ રૂા.700નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલી,
અમરેલી જીલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણી તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચુંટણી પ્રક્રિયા યોજાય તે અનુસંધાને દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા તેમજ લોકદરબારમાં લોકો દ્રારા આપવામાં આવેલ બાતમી/રજુઆત આધારે ગઇ કાલ તા.11/02/2021 ના રોજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય દ્વારા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય અને પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર રેઇડો કરી તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય દ્વારા ગઇ તા.10/02/2021 નાં રોજ અમરેલી જિલ્લામાં વ્યાજખોર ઇસમો તેમજ લેન્ડ ગ્રેબર્સનો ભોગ બનનાર અરજદારોના લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હોય, જે લોકદરબારમાં લોકો દ્રારા પ્રોહીબીશનની પ્રવૃતિ અંગે પણ બાતમી આપવામાં આવેલ હોય, જે લોકો દ્રારા આપવામાં આવેલ બાતમી વાળા સ્થળોએ રેઇડો કરી પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરવામાં આવેલ છે.ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર 34, કિં.રૂ.730/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 20 કિં.રૂ.65/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.