અમરેલી જિલ્લામાં ફટાકડાના 800 જેટલા સ્ટોલને એનઓસી ફી માંથી મુક્તી

અમરેલી,
સિઝનેબલ ફટાકડા સ્ટોલને ફાયર એનઓસીની ફી મુક્તી અપાવવા બદલ અમરેલી ડીસ્ટીક્ટ ઓફ ચેમ્બર કોમર્સ દ્વારા ધારાસભ્યશ્રી કૌશિકભાઇ વેકરીયાનો આભાર વ્યક્ત કર્યો છે અને ડીસ્ટ્રીક્ટ ચેમ્બરનાં પ્રમુખ ભગીરથભાઇ ત્રિવેદી દ્વારા ધારાસભ્યશ્રી કૌશિકભાઇ વેકરીયાને ફાયર એનઓસી બાબતે રજુઆત કરેલ. દિવાળીનાં તહેવારોમાં નાના મોટા ગૃપ, નાના મોટા વેપારીઓ, 10 થી 15 દિવસ પોતાનાં સ્ટોલ ઉભા કરતા હોય છે. તમામ સેફ્ટીનાં નિયમો સાથે સ્ટોલ કરવાનાં હોય છે. 15 દિવસ પછી એનઓસી લેવાની હોય છે અને તેની ફી ભરવાની હોય છે. તેથી આ પ્રશ્ર્ને શ્રી ત્રિવેદીએ ચેમ્બર વતી રજુઆત કરી હતી. તેને અગ્રતા આપી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ તાત્કાલીક નિર્ણય કરાવી વેપારીઓને એનઓસી ફી માંથી મુક્તિ અપાતા ડીસ્ટીક્ટ ચેમ્બરનાં દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાયાનું ડીસ્ટ્રીક્ટ ચેમ્બરનાં મહામંત્રી રાજુભાઇ શીંગાળા, મયુરભાઇ બોઘરા, મિતુલભાઇ ગણાત્રાએ જણાવ્યું