અમરેલી જિલ્લામાં ફરી કોરોનાનો ફુંફાડો : 6 કેસ આવ્યા

  • ગુજરાતમાં નોંધાયેેલા કોરોનાનાં કુલ 34 કેસમાંથી જિલ્લાકક્ષાએ સૌથી વધુ કેસ સાથે અમરેલી પ્રથમક્રમે 

અમરેલી,
ગુજરાતમાં નોંધાયેેલા કોરોનાનાં કુલ 34 કેસમાંથી જિલ્લાકક્ષાએ સૌથી વધુ કેસ સાથે ગુજરાતમાં જિલ્લા મથકોમાં અમરેલી પ્રથમક્રમે આવ્યુ છે અને અમરેલી જિલ્લામાં ફરી કોરોનાનો ફુંફાડો માર્યો હોય તેમ 24 કલાકમાં કોરોનાનાં 6 કેસ આવ્યા હોય ફફડાટ ફેલાયો છે.અમરેલી જિલ્લામાં કેટલાય સમયથી ઝીરો થઇ ગયેલા કેસ વચ્ચે એક જ દિવસમાં એક સામટા 6 કેસ આવતા આરોગ્ય તંત્રમાં પણ ચિંતાની લાગણી સાથે તાકિદના પગલાઓ શરૂ કરી દેવાયા છે રાજુલામાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સાવરકુંડલામાં બે કેસ નોંધાયા છે તથા મુંબઇથી આવેલ વ્યક્તિ પોઝિટિવ આવી હોય આ તમામને કવોરન્ટાઇન કરી સંક્રમણ વધારે ન ફેલાય તેના માટે પોઝિટિવ આવેલા લોકોની તપાસ કરી અને આસપાસના સેમ્પલ લેવામાં આવ્યા છે તથા તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ થઇ રહી છે.