અમરેલી જિલ્લામાં બીજા તબક્કાના વેકસીનેશનનો પ્રારંભ

  • રેવન્યુ, પંચાયત અને પોલીસ તંત્રનાં ફ્રન્ટ લાઇનનાં કોરોના વોરિયર્સને રક્ષિત કરવાનો પ્રારંભ
  • અમરેલીનાં પ્રાંત અધિકારીશ્રી સીકે ઉંધાડ, ડીવાયએસપીશ્રી મહાવીરસિંહ રાણા,નગર પાલિકાનાં ચિફ ઓફિસરશ્રી એલજી હુણ સહિતનાં ફ્રન્ટલાઈન વોરિયર્સને રક્ષિત કરાયાં

અમરેલી,
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોકટર, નર્સીગ-મેડીકલ સ્ટાફને પ્રથમ તબક્કામાં રસીકરણ બાદ બીજા તબક્કામાં આજરોજ કોરોના વોરિયર્સ એવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ તથા અન્ય પોલીસ, પાલિકા, પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના પ્રતિકારક વેકસીન લઈને બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં જિલ્લાના તાલુકા મથકોએ વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પંચાયત, રેવન્યુ સહિતના વિભાગોના કર્મયોગીઓને વેકસીન આપવામાં આવશે. જિલ્લાના સૌ નાગરિકોને નિયત કરવામાં આવેલા સ્થળે અને સમયે સૂચિત કરવામાં આવે ત્યારે કોરોના વેકસીન લેવાની અપીલ તેમણે કરી હતી.જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતએ કોરોના પ્રતિકારક રસીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણી વેકસીન સંપૂર્ણ સ્વદેશી અને સુરક્ષિત છે. કોરોના સામે લડવાનું હથિયાર આપણી પાસે ઉપલબ્ધ છે જેથી સૌ કોઈને વેકસીન લેવાની હિમાયત તેમણે કરી હતી.પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં વેક્સીનેશનના પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરોની વેકસીનેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યકિતને આડઅસર જોવા મળી નથી.
જયારે બીજા તબક્કામાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારી વિભાગના અધિકારી કર્મચારીઓને વેકસીન આપવાનો પ્રારંભ થયો છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ વિના દરેક નાગરિકો નિયત સમયે વેકસીન લઈને પોતાના પરિવાર સહિત શહેર, રાજય અને રાષ્ટ્રને કોરોથી સુરક્ષિત કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
અમરેલી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે. એચ. પટેલએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર વેકસીનેશન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ, પાલિકા, અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓને વેકસીન આપવામાં આવશે. અત્યાર સુધીમાં જિલ્લાનાં 1500 થી વધુ આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે અને કોઈ આડઅસર જોવા મળી નથી. આમ જ્યારે પણ આપનો વારો આવે ત્યારે નીડરતાપૂર્વક રસી લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.
ભારત સરકારશ્રી ની સુચના અને આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય સહિત અમરેલી જિલ્લા શહેરમાં કોરોના વાયરસની વેક્સિન ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને આપવાનું આયોજન તારિખ :-16.01.2021 શનિવાર થી અમરેલી શહેરમાં શરૂ કરવામાં આવેલ. આ અંતર્ગત આજ તારિખ 31.01.2021 રવિવારનાં રેવન્યુ, નગરપાલિકા, પોલીસ વિભાગ માટે ખાસ રાઉન્ડ જનરલ હોસ્પિટલ અમરેલીમાં રાખવામાં આવેલ. જેમાં આત્મ નિર્ભર ભારતની ભારત બાયોટેક લી કોવેકિસન પોટેનટાઇલ કોવિડ 19 વેકિસનનો પ્રથમ ડોઝ મેળવતા કલેકટર શ્રી, અમરેલી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમરેલી, ઈન્સીડેન્ટ કમાન્ડર અને નાયબ કલેકટર શ્રી અમરેલી, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી, મુખ્ય અધિકારી શ્રી અમરેલી નગરપાલિકા અમરેલી, લાયઝન અધિકારી શ્રી કોવિડ 19 અમરેલી નગરપાલિકા અમરેલી.