અમરેલી જિલ્લામાં બેકાબૂ બનતો કોરોના : બે દર્દીઓનાં મૃત્યું

  • સરકારી તંત્ર દ્વારા કોરોનાથી લોકોને બચાવવા માટે તકેદારીના તમામ પગલાઓ છતાં સ્વયંભૂ લોક જાગૃતિના અભાવે
  • શુક્રવારે કોરોના 21 કેસ નોંધાયા સાત દર્દીઓ કોરોનામુક્ત થયાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં બીજા રાઉન્ડની અંદર કોરોના એ ફ્રન્ટલાઈન ના અનેક કોરોના વોરિયર્સ થી માંડી પ્રતિષ્ઠિત લોકો ને ઝપટમાં લીધા છે અને દિવસે ને દિવસે કોરોના ના કેસ ઝડપભેર વધી રહ્યા છે બીજી તરફ લોકોમાં સ્વયં જાગૃતિનો અભાવ દેખાઈ રહ્યો છે ત્યારે અમરેલીમાં કોરોના ની સારવાર લઈ રહેલા બે દર્દીઓના મૃત્યુ થયા છે
મોટા લીલીયાના 55 વર્ષના કોરોના ની સારવાર લઈ રહેલા પટેલ પ્રૌઢનું સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજયું હતું તથા અમરેલીના માંગવાપાળ ગામ ના કોરોના ની સારવાર લઈ રહેલા 85 વર્ષના પટેલ વૃદ્ધાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.
આમ શુક્રવારે એક જ દિવસમાં કોરોના ના બે દર્દીઓ ના મોત નિપજ્યા છે જોકે સત્તાવાર રીતે કોરોના નું મૃત્યુ આંક 41 છે પરંતુ આ દર્દીઓ ના મોત કોરોનાથી છે કે બીજી બીમારી છે તે કારણ કમિટી નક્કી કરશે
દરમિયાન શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોના ના 21 કેસ નોંધાયા છે અને સાત દર્દીઓ કોરોના મુક્ત થયા હતા જ્યારે કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 205 થવા પામી છે અને કોરોના ના કુલ દર્દીઓની સંખ્યા 4218 થઈ છે