અમરેલી જિલ્લામાં બે અસામાજીકોને પાસામાં ધકેેલાયા

અમરેલી,
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમારએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને પોલીસે અવધ ભરતભાઇ જીયાણી, ઉં.વ.25, રહે.ચલાલા, સાટોડીપરા, તા.ધારી, કનુ બાબુભાઇ લાખણોત્રા, ઉં.વ.30, રહે. જુની બારપટોળી, તા.રાજુલા સામે પાસાની દરખાસ્ત કરતા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ બંને સામે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા બન્ને અવધ ભરતભાઇ જીયાણી, ઉં.વ.25, રહે.ચલાલા, સાટોડીપરા, તા.ધારી, :- મધ્યસ્થ જેલ, વડોદરા જિ.અમરેલી, કનુ બાબુભાઇ લાખણોત્રા, ઉં.વ.30, રહે. જુની બારપટોળી, તા.રાજુલા, જિ.અમરેલી. :- પાલરા, સ્પેશ્યલ જેલ, કચ્છ- ભુજને પાસા વોરંટની બજવણી કરી, તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.